જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આર. પી. તાલીમ દિવસ - ૨ : ૩૦/૦૩/૧૧ આર. પી. તાલીમ ના બીજા દિવસે પ્રથમ દિવસ ની માફક પ્રાર્થના થી દિવસ ઈ શરૂઆત કરવામાં આવી. દિવસ દરમ્યાન ચાર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમની શરૂઆત વ્યવસ્થાપનના મુદ્દા થી કરવામાં આવી હતી. બીજા અને ત્રીજા સેશનમાં ફરજીયાત શિક્ષણ નો કાયદો તેમજ સી. સી. ઈ. અને સી. સી. એ. જીવ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ચોથા અને છેલ્લા સેશન માં જૂથ કાર્ય કરાવવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧ થી ૪ અંતર્ગત ગણિત અને ધોરણ ૫ થી ૮ ના અંગ્રજી વિષય ના કઠીન મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી
Posts
Showing posts from March, 2011
- Get link
- X
- Other Apps
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર આયોજિત ત્રિ-દિવસીય આર. પી. તાલીમ દિવસ-૧ તા. ૨૯/૦૩/૧૧ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર દ્વારા આર.પી. તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જીલ્લામાંથી તાલુકા દીઠ છ આર.પી ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાલીમના પ્રથમ દિવસે ૬4 આર. પી. હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ૧૦.૦૦ કલાકે પ્રાચાર્ય શ્રી ના આશીર્વચન સાથે વર્કશોપ ની શરૂઆત કરવામાં આવી હતી. દિવસ દરમ્યાન અદેપ્ત્સ, અસરકારક વર્ગખંડ પ્રત્યાયન તેમજ કઠીન બિંદુઓને ધ્યાનમાં રાખી વિજ્ઞાન અને તકનીકી (ધોરણ ૫ થી ૮) તેમજ ભાષા (ધોરણ ૧ થી ૪) ની ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપમાં દિવસ દરમ્યાન કુલ ત્રણ શેશન અંતર્ગત જુદા જુના મુદ્દાને ધ્યાનમાં રાખી ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપ ના પ્રથમ દિવસ નું સમાપન ૫-૩૦ કલાકે કરવામાં આવ્યું હતું.