દૈનિક અહેવાલ (બીજો તબક્કો)


તા. ૧૧/૧૦/૨૦૧૨
ગુરૂવાર
દૈનિક અહેવાલ (બીજો તબક્કો)
        આચાર્ય તાલીમના આઠમા દિવસની શરૂઆત યૌગીક ક્રિયાઓથી કરવામાં આવી. ત્યારબાદ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું.. પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ ભજન અને ધૂન રજુ કરવામાં આવી. ત્યારબાદ વ્યક્તિ વિશેષમાં સ્વામી વિવેકાનંદ વિશે તેમના જન્મથી લઈને ભારતીય સંસ્કૃતિ માટે શું યોગદાન આપ્યું તેની ટૂંકી ચર્ચા કરી. ત્યારબાદ હમ હાથીકો ગીનતી શીખાયેંગે... બાળગીત કરવામાં આવ્યું. ત્યારબાદ જાદુના પ્રયોગો અને અંધશ્રદ્ધા સંદર્ભે વિશેષ પ્રવૃત્તિ કરાવવામાં આવી.
        ત્યારબાદ પ્રથમ સત્રમાં શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ ધ્વારા એન.સી.એફ.-૨૦૦૫ અંગે ચર્ચા કરી જેમાં આઝાદી બાદ ભારતમાં શિક્ષણ સુધારણા માટે સમયાંતરે કેવા કેવા પ્રકારના પગલાં અને પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેની ચર્ચા કરી. ત્યારબાદ એન.સી.એફ. આવવાથી શિક્ષણની અંદર કેવા કેવા પ્રકારના ફેરફારો થયા છે અને એન.સી.એફ. ધ્વારા આપણને શું શું આપ્યું છે તેની ચર્ચા કરવામાં આવી.
        ત્યારબાદના સત્રમાં શ્રીમતી ઉષાબેન ગામીતે “Right to Education Act -2009” ની ચર્ચા કરી. બંધારણની કલમ-૪૫ અન્વયે ૬ થી ૧૪ વર્ષના બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ વિશે ચર્ચા કરી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાળકોને મળેલ આગિયાર હકોની ઉદાહરણ સાથે સમજ આપી. ત્યારબાદ RTE-2009 ના મુદ્દાઓની એક થી પંચ ટુકડીમાં વિભાજીત કરી ગૃપ ચર્ચા કરવામાં આવી. ગૃપના લીડર ધ્વારા મુદ્દાની ચર્ચા અને રજૂઆત કરવામાં આવી.
        શ્રીમતી અલકાબેન નીનામા ધ્વારા RTE-2009 અન્વયે અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું અને અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિના મુદ્દા પર ચર્ચા કરી અને સમજ આપી. તેઓશ્રીએ ધોરણ ૧ થી ૫ માં તથા ધોરણ ૬ થી ૮ માં શિક્ષક મહેકમ વિશે ચર્ચા કરી. તેમણે પ્રાથમિક શાળામાં કેવી કેવી સગવડ હોવી જોઈએ તેના પર પ્રકાશ પડ્યો જેવી કે ભૌતિક સુવિધાઓ, ગ્રંથાલય, સેનિટેશન વગેરે મુદ્દાઓ આવરી લીધા. RTE-2009 અંતર્ગત બાળકોના હકોનું કોણ રક્ષણ કરે છે તેની સમજ આપી તેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પરિષદોની રચના અંગે ચર્ચા કરી
        અંતિમ સત્રમાં ડૉ ગૌરાંગભાઈએ કરીકુલમ ઓફ ગુજરાત વિશે ચર્ચા કરી. તેમાં અભ્યાસક્રમની રચના પાછળ જુદી જુદી કક્ષાએ કેવા દર્શનો રાખવામાં આવ્યા છે તેની ઉદાહરણ સાથે ચર્ચા કરી. આ ઉપરાત રાજ્યનું દર્શન, બાળક અંગેનું દર્શન, નાગરિક અંગેનું દર્શન, સમાજનું દર્શન, વર્ગખંડનું દર્શન, શાળાનું દર્શન, બાળક અંગેની માન્યતા અને બાળક કેવી રીતે શીખે છે તેની અનુભવ (Experience), ચિંતન (Reflection), અનુપ્રયોગ (Application) અને સંકલન (Consolidation) ની  ઉદાહરણ ધ્વારા સચોટ સમજ આપી.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020.