હેડ ટીચર તાલીમનું આયોજન અને અહેવાલ


તા. 24/09/2012
સોમવાર
દૈનિક અહેવાલ
        હેડ ટીચર તાલીમ વર્ગના બર્મા દિવસે સૌ તાલીમાર્થી હેડ ટીચર સમયસર હજાર થઈ નિત્યક્રમ મુજબ પ્રાર્થના સમેલનમાં ગોઠવાઈ ગયા. પ્રાર્થના, ધૂન, ભજન પછી શ્રી હરેશભાઈ સગર ધ્વારા સુવિચાર રજૂ કરવામાં આવ્યો. જેમાં પિતા-પુત્રીનું દ્રષ્ટાંત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મૂળજીભાઈ પટેલે વાર્તા રજૂ કરી હતી જેમાં એક આચાર્ય કે શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? બાળક પ્રત્યે કેવી સહાનુભૂતિ રાખવી જોઈએ અને બાળકના મનમાં કાયમ સ્થાન પ્રાપ્ત કરવા માટે કેવો વ્યવહાર રાખવો જોઈએ તે સમજાવ્યું. પ્રશ્નોત્તરી શ્રી રમણભાઈ ગામેતી ધ્વારા તેમજ સમાચાર શ્રી રિતેશભાઇ પટેલ ધ્વારા રજૂ કરવામાં આવ્યા. પુસ્તક સમિક્ષા શ્રી વિનોદભાઇ પુરોહિત ધ્વારા ગુણવંત શાહ ના પુસ્તક મારો ત્યાં સુધી જીવો કરવામાં આવી. અભિનય ગીત શિલ્પાબેન પટેલ ધ્વારા કરવામાં આવ્યું.
        શાળા પ્રશાસનમાં આચાર્યની ભૂમિકા અંગે શ્રી સરદારભાઈ દમોરે વિસ્તૃત સમાજ આપી. શાળાના ભાવવારણ સંદર્ભે તોતોચાન પુસ્તકનું ઉદાહરણ રજૂ કર્યું. શાળા તેમજ વિલેજ મેપિંગ ધ્વારા સમગ્ર ગામની માહિતી તેમજ શાળાની ભૌતિક સુવિધાની માહિતી મેળવવાનો ઉપક્રમ દર્શાવ્યો. શાળામાં સ્ટાફ મિટિંગ, દફ્તર કામની વહેંચણી, વળી મિટિંગ, દૈનિક-સાપ્તાહિક-માસિક-વાર્ષિક આયોજન, શાળા વિકાસમાં લોક ભાગીદારી, સરકારી અનુદાન, રોજમેળ જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી.
        ઉષાબેન ગામિત ધ્વારા તાલીમની જરૂરિયાત અંગે સમજાવી આપની ઉણપો દૂર કરવા માટે વહીવટી માળખાથી પરિચિત થવા તાલીમની આવશ્યકતાઓ અંગે માહિતી આપી તાલીમ અને વહીવટી માળખા અંગે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી. દરેક કક્ષાની કામગીરીની સમજ આપી.
        ભોજન વિરામ બાદ અલકાબેન નિનામા ધ્વારા પ્રાથમિક શિક્ષણની યોજનાઓ અને નુતન પ્રવાહો અંગે સમજ આપવામાં આવી. જેમાં કન્યા કેળવણી, વિધ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વાંચન પર્વ, વિધ્યાદિપ, ઇકોક્લબ, બાલમેલા, રમતોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત, બાયોમેટ્રિક હાજરી પત્રક વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.
        ત્યારબાદ ડો. ગૌરાંગ વ્યાસ ધ્વારા ડોક્યુમેન્ટેશન અંગે ચર્ચા કરવામાં આવી. તેઓએ ડોક્યુમેન્ટના પ્રકાર, કેવા પ્રકારની માહિતી સમાવી શકાય તેની ચર્ચા કરી ડોક્યુમેન્ટનું નિદર્શન કરવામાં આવ્યું.
        અંતિમ સત્રમાં શ્રીમતી ઉષાબેન ગામિત ધ્વારા પ્રજ્ઞા અભિગમ અંગેની જાણકારી આપી. વિશિષ્ટ પ્રવૃત્તિના સત્રમાં પ્રજ્ઞા અભિગમ સંદર્ભે પ્રજ્ઞા વર્ગમાં બાળક કેવી રીતે શીખે છે તેની શીખવાની પદ્ધતિ કેવી હોય છે બાળક કેવી રીતે આગળ વધે છે તેની ચર્ચા કરવામાં આવી.
તા. 22/09/2012
શનિવાર
દૈનિક અહેવાલ
        હેડ ટીચર તાલીમના આગિયારમાં દિવસે સૌ સમયસર મળ્યા. પ્રાર્થના, ભજન, ધૂન બાદ પુસ્તક સમીક્ષામાં મહેન્દ્ર મેઘાણીની કૃતિ મારી અડધી સદીની વાચન યાત્રા ની ચર્ચા કરી. જાણવા જેવામાં યુનેસ્કો ધ્વારા વિશ્વ સાક્ષરતા દિને રજૂ થયેલ સાક્ષરતા વિષયક રિપોર્ટની રજૂઆત શ્રી દિનેશભાઇએ કરી. ત્યારબાદ આજનું ગુલાબ તરીકે તાલીમાર્થીઓમાંથી એક ભાઈ અને બહેનને પસંદ કરી બહુમાન કરવામાં આવ્યું. આજના દિપક તરીકે શ્રી વિમલભાઈ શર્માને આજના રાજા તરીકેનું બિરુદ આપી ખૂબ જ સુંદર રીતે જન્મદિનની ઉજવણી કરવામાં આવી. તેમજ પુસ્તક, મુગટ, ફૂલછાડી અને શબ્દોના માન સાથે શુભેચ્છા આપવામાં આવી.
        ત્યારબાદ તાલીમાર્થીઓને લાલોડા પ્રાથમિક શાળા અને ઇડર શાળા નં-2 માં કોમ્પ્યુટર તાલીમ માટે મોકલવામાં આવ્યા.
        બંને શાળાઓમાં તજજ્ઞ મિત્રોએ પ્રથમ અને દ્વીતીય સત્રમાં UBANTU સીડી ધ્વારા UBANTU ઇન્સ્ટોલ કરવાની પદ્ધતિ પ્રત્યક્ષ બતાવી ઇન્સ્ટોલ કરવા માટેના સ્ટેપ સમજાવ્યા. ત્યારબાદ ડેસ્કટોપ એપ્લિકેશન અને નેટવર્ક કન્સેપ્ટ અને નેટવર્ક કનેક્શન વિષે પ્રત્યક્ષ રીતે સમજાવી.
        બપોરે ભોજન બાદ એડવાં ટોપીક્સ ઇન ઉબાન્ટુ-1,2 ની સમજ આપી. દરેકને કોમ્પ્યુટર વાપરવામાં પડતી મુશ્કેલીઓના સોલ્યુશન આપવામાં આવ્યા. કોમ્પ્યુટરનો વહીવટી અને શૈક્ષણિક ઉપયોગ સમજી તેનો ઉપયોગ શિખવાડવામાં આવ્યો. અંતિમ સત્રમાં ઉબાન્ટુમાં આપેલ શૈક્ષણિક ગેમ્સ ધ્વારા બાળકોને કઈ રીતે શિક્ષણ આપવું તેની સમજ મેળવી.
તા. 21/09/2012

શુક્રવાર

દૈનિક અહેવાલ

        આજરોજ તા. 21/09/2012ને શુક્રવારે અરુણોદય થતાં સવારના 9=00 કલાકે હેડ ટીચર તાલીમના દસમા દિવસની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. શ્રી હરેશભાઈ સાગરે હરિ હરિ તમે બોલો અને શ્રી  શૈલેષભાઈ પટેલે શ્રીમન નારાયણ નારાયણ ... નારાયણ ધૂનથી પ્રાર્થના સમેલન સંગીતમય બનાવી દીધું. શ્રી દિનેશભાઇ પંચાલે સ્થળ વિશેષમાં ઇડર શહેરના ઇતિહાસ અને સ્થળોની સમાજ આપી. શ્રી મૂળજીભાઈ પટેલે શિક્ષણકારોના વિચારો રજૂ કર્યા. અંગદ નો પગ પુસ્તક પર શ્રી વિમલભાઈ શર્માએ બે પ્રકારના લોકોની ચર્ચા કરી પુસ્તક સમિક્ષા રજૂ કરી. વિનોદભાઇ પુરોહિતે મારી મમ્મીએ આજ મને .... અભિનય ગીત સમૂહમાં રજૂ કરી વાતાવરણ તરંગ ઉલ્લાસમય બનાવી દીધું. શ્રી દલાભાઇએ તા. 20/09/2012નો અહેવાલ રજૂ કર્યો.
        શ્રી સરદારભાઇ ડામોર સાહેબે સંસ્કૃત વિષયના સમજપત્રનો સીધા સદા ગુજરાતીની પંક્તિ ગાન ગાઈને પ્રારંભ કર્યો. સ્થાનના પ્રભાવ પર પ્રકાશ પડ્યો. NCF-2005 મુજબ અભ્યાસક્રમની અસરકારક પ્રવૃત્તિઓની ચર્ચા કરી. સંસ્કૃત વિષયના હેતુઓ, ઉદ્દેશોની ઉદાહરણ સહિત સમાજ આપી અંગ્રેજી નવી મા અને સંસ્કૃત જૂની મા એમ કહીને સંસ્કૃત ભારતીય સંસ્કૃતિનો પાયો છે અને ભારતના ભવ્ય વારસાને ટકાવવાની ભાષા છે તેવી વાત કહી.     
        બીજા સત્રમાં શ્રી ભાર્ગવભાઈ ઠક્કર સાહેબે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની પ્રશ્નોત્તરી કરી પત્રક ’, ’, અને ની સમજ આપી. પરિશિષ્ટ-ડ હાલ અજમાયશી તાલુકાઓમાં લાગુ પડેલ છે તેવું ધ્યાન દોર્યું. ત્યારબાદ પરિશિષ્ટ અને એફ  હાલમાં મર્જ કરવામાં આવેલ છે તેવી ચર્ચા કરી ધોરણ-8 પછી પરિશિષ્ટ–ઇ તેમજ શાળાત પ્રમાણપત્ર આગળ અભ્યાસ કરવા માટે વિધ્યાર્થીને શાળામાંથી આપવામાં આવશે તેમ જણાવ્યુ.
        ઉષાબેન ગામિતે સર્વાંગી શિક્ષણમાં સમાવિસ્ટ ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવ વિષયો કળા છે. તેમ જણાવી શારીરિક શિક્ષણ ધ્વારા કઈ કઈ શક્તિનો વિકાસ થાય છે તેવી ચર્ચા પ્રશ્નોત્તરીના મધ્યમથી કરી સાથે સાથે શારીરિક શિક્ષણનું અલગ પાઠ્યપુસ્તક હશે નહીં પરંતુ શિક્ષક આવૃત્તિ ધ્વારા તેમજ અન્ય વિષયો સાથેના સંકલનથી તેની સમજ આપવામાં આવશે.
        ચોથા સત્રમાં શ્રીમતી ઉષાબેન ગામિતે પાંચ વિચારોને પચવ્યા હોય તે કેળવાયા કહેવાય તેમ કહીને પાંચ વિચારોને પચાવ્યા હોય તે કેળવાયા કહેવાય તેમ કહીને પાંચ વિચારો જીવનમાં ઉતારવાની સાથે રસ્તો શોધવાની રમત રમાડી. ત્યારબાદ સંગીતના હેતુઓ અને કાર્યાનુભવના હેતુઓની ચર્ચા કરી. શ્રી દિનેશભાઇ પટેલે ચિત્ર વિષયના સંદર્ભે કૌશલ્યો, ચિત્ર કલાના ભાગો અને તેના પેટા ભાગો તેમજ રંગોની સવિસ્તાર વ્હાઇટ બોર્ડ પર ચિત્રો દોરીને સમાજ આપી.
        અંતિમ સત્રમાં ઉષાબેન ગામિતે નવીન પાઠ્યપુસ્તક અને શિક્ષક આવૃત્તિ પર પ્રકાશ પાડી તાલીમાર્થીઓને નવ ટુકડીમાં વિભાજિત કરી જુદા જુદા વિષયની શિક્ષક આવૃત્તિની લાક્ષણિક્તા, પ્રવૃત્તિઓ, સારી અને નરસી બાબતોની ચર્ચા ટિમ લીડર સાથે રહી કરી. 
        વિશિષ્ટ પ્રવૃત્તિઓના સત્રમાં શ્રી પ્રકાશભાઇએ NUEPA, NEW DELHI ખાતે હેડ ટીચર તાલીમનો એક દિવસનો પોતાનો અનુભવ શેર કર્યો.
તા. 20/09/2012

ગુરુવાર

દૈનિક અહેવાલ
        હેડ ટીચર તાલીમનો નવમો દિવસ એટ્લે તા. 20/09/12 અને વાર ગુરુવાર. નવમા દિવસની શરૂઆત LIKE SUN FLOWER’ પ્રાર્થનાથી થઈ ત્યારબાદ ધૂન શિલ્પાબેન પટેલ ધ્વારા, ચિંતન દુર્ગેશભાઇ પટેલ ધ્વારા, પુસ્તક સમિક્ષા શ્રી દલજીભાઇ ધ્વારા તેમજ અભિનય ગીત શ્રી શૈલેષભાઈ પટેલ ધ્વારા રજૂ કરવામાં આવ્યું.
        પ્રાર્થના સભામાં ઇન-ચાર્જ પ્રાચાર્ય શ્રી મહેન્દ્રભાઇ ધ્વારા હેડ ટીચર પાસે સરકારશ્રીની અપેક્ષા વિષય પર પ્રકાશ પડી પ્રથમ સત્રમાં સામાજિક વિજ્ઞાન વિષયની સમજપત્ર ધ્વારા સમજ પૂરી પડી. સામાજિક વિજ્ઞાન એટલે શું? બાળકના સંદર્ભમાં સામાજિક વિજ્ઞાન શું છે? સામાજિક વિજ્ઞાન નું શિક્ષણ શા માટે જરૂરી છે? સામાજિક વિજ્ઞાનના શિક્ષણ માં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ, કેવી રીતે? વગેરે જેવા મુદ્દાઑની ચર્ચા કરી.
        બીજા સત્રમાં ડો. ગૌરાંગભાઈ વ્યાસે શિક્ષણના મૂળભૂત આધાર સ્તંભો વિષે સમજ આપી. યુવાનોને પ્રેરણા સ્ત્રોત સમા સ્વામી વિવેકાનંદની ચર્ચા કરી. મહર્ષિ અરવિંદ, રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજીના શિક્ષણ વિષયક ચિંતન પર પ્રકાશ પડ્યો. 
        શ્રી કમલેશભાઇએ શાળાની વિભાવના, શિક્ષક, શિક્ષણ પદ્ધતિ, બાળક, શિક્ષણના સિધ્ધાંતો, શિસ્ત વિષે રવિન્દ્રનાથ ટાગોરના વિચારો અને તેનું ચિંતન રજૂ કર્યું. હેડ ટીચરે પોતાની શાળાના પરિપ્રેક્ષમાં શિક્ષણના આધારસ્તંભોના શિક્ષણ ચિંતનને વિચારી ચર્ચા કરવા જણાવ્યુ તેમજ દરેકને ચર્ચામાં ભાગ લેવા પ્રેરિત કર્યા.
        ત્યારબાદના સત્રમાં શ્રીમતિ અલકાબેન નિનામાએ ગુજરાતી વિષયની ચર્ચા સમજપત્ર ધ્વારા કરી. તેમણે માતૃભાષાના હેતુઓ, બોલી, ERAC, માતૃભાષાના શિક્ષણના હેતુઓ પર વિષદ છણાવટ કરી. ત્યારબાદ પત્ર લેખન માટેની પ્રવૃત્તિ પોસ્ટ કાર્ડ પર પત્ર લખવી કરી.
        ત્યારબાદના  સત્રમાં શ્રીમતિ તરુણાબેન દેસાઇએ અંગ્રેજી વિષયની ચર્ચા અંગ્રેજી વિષયના સમાજ પત્ર ધ્વારા કરી. તેમણે અંગ્રેજી વિષયની જરૂરિયાત શા માટે? CLT APPROACH પર સમજ આપી. ત્યારબાદ છ વાક્યો મૂકી તેમાં તાલીમાર્થીઓને સહમત, અસહમત મત પોતાના વિચારો સાથે રજૂ કરવા જણાવ્યુ. ત્યારબાદ અંગેજીમાં દરેક હેડ ટીચરને બે વાક્યો બનાવવા માટે આપ્યા.  
        અંતિમ સત્રમાં ગણિત વિષયના સમજપત્રની ચર્ચા શ્રીમતિ ઉષાબેન ગામિત ધ્વારા કરવામાં આવી. જીવનમાં ગણિતનું મહત્વ શું છે તેના પર ચર્ચા કરી. ગણિતના વિવિધ કૌશલ્યોની સમાજ આપી. ગાણિતિક કોયડા આપી તાલીમાર્થીઓને વિચારતા કરી મૂક્યા. ગાણિતિક કોયડા ઉકેલવામાં સૌને મજા આવી. સમસ્યા ઉકેલ માટે કેટલીક સમસ્યાઓ રજૂ કરી જેમાં કેટલાક હેડ ટીચર પણ કોયડા રજૂ કરવા માટે જોડાયા. ત્રિકોણની પ્રવૃત્તિ ધ્વારા ચોકસાઈના કૌશલ્યની સમાજ આપી.
        વિશિષ્ટ પ્રવૃત્તિઓના સત્રમાં હેડ ટીચરને વિવિધ રમતો જેવી કે વરુભાઈ વરુભાઈ કેટલા વાગ્યા અને ઊભી ખો રમાડવામાં આવી. પરેડ કેવી રીતે કરાવવી તેની સમજ વામાં આવી
તા. 18/09/2012
મંગળવાર
દૈનિક અહેવાલ
        આજ રોજ તા. 18/09/2012 ને વાર મંગળવાર બરાબર 9=00 કલાકે હેડ ટીચર તાલીમના પ્રથમ તબક્કાની આઠમાં દિવસની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના ધ્વારા કરવામાં આવી. ત્યારબાદ પ્રાર્થના સભામાં શ્રી શૈલેષભાઈ સાહેબે કોઈ કહે મંદિરમાં કોઈ કહે આકાશે ભજન ગયું અને કમ કમ યોગેશ્વરાય... ધૂન કરાવી. ત્યારબાદ આજના ચિંતનમાં શ્રી મૂળજીભાઈએ રામાયણ ના પ્રસંગ ધ્વારા સત્ય-અસત્ય વિષે તેમજ કોઈ કામ નાનું નથી તે વિષે ચર્ચા કરી. ત્યારબાદ સાબરકાંઠાના પનોતા પુત્રશ્રી પન્નાલાલ પટેલની નવલકથાની પુસ્તક સમીક્ષા શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ધ્વારા કરવામાં આવી. શ્રી વસંતભાઇ ખડાયતા ધ્વારા માનવ જીવનની ત્રણ અવસ્થાનો સુંદર સુવિચાર રજૂ કરવામાં આવ્યો. શ્રી વિમલભાઈ શર્મા ધ્વારા ડાહ્યો દીકરો કાવ્ય ગાન કરવામાં આવ્યું.
        તાલીમના પ્રથમ સત્રમાં ડો. ગૌરાંગ વ્યાસ ધ્વારા NCF-2005, RTE-2009 અને TOTAL LEARNING PACKAGE ની પ્રારંભિક ચર્ચા કર્યા બાદ શ્રીમતિ ઉષાબેન ગામિત ધ્વારા RTE-2009 અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકો માટેના મૂળભૂત હક્કોની ચર્ચા જુથ ચર્ચા ધ્વારા સુંદર રીતે સમજાવવામાં આવી.
        ત્યારબાદ બીજા સત્રમાં શ્રીમતિ અલકાબેન નિનામા ધ્વારા RTE-2009  ની વિવિધ કલમોની ચર્ચા કરવામાં આવી. તેમજ તાલીમાર્થીઓને જુદા જુદા જૂથમાં વિભાજિત કરી RTE-2009 અંગે વિસ્તૃત ચર્ચા ધ્વારા સમજણ આપવામાં આવી.
        લંચ બાદના ત્રીજા સત્રમાં ડો. ગૌરાંગભાઈ વ્યાસ ધ્વારા NCF-2005 ની ચર્ચા કરી જેમાં નવીન અભ્યાસક્રમ, શાળાનું ભાવાવરણ, અવલોકનનું મહત્વ વગેરે બાબતો ની ચર્ચા કરી અને શિક્ષણમાં અનુભવની અગત્યતાની ચર્ચા કરી
        ચોથા સત્રમાં શ્રી ભાર્ગવભાઈ ઠક્કરે NCF-2005 ના ઇતિહાસ, પાઠ્યપુસ્તક, વ્યવસ્થાપન સુધારણા વિષે ચર્ચા કરી. ત્યારબાદ તાલીમાર્થી હેડ ટીચર ધ્વારા NCF-2005 સંદર્ભે અભ્યાસક્રમ અને પાઠ્ય પુસ્તક વિષે પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ નવીન અભ્યાસસક્રમ સંદર્ભે ક્ષમતાલક્ષી અભ્યાસક્રમની જગાએ હેતુલક્ષી અભ્યાસક્રમ અને વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ સંદર્ભે ચર્ચા કરી. ઉપરાંત હેતુઓના બદલાવ સંદર્ભે વિચારણા કરી.
        અંતિમ સત્રમાં શ્રીમતિ ઉષાબેન ગામિત ધ્વારા GCF (ગુજરાત અભ્યાસક્રમ રૂપરેખા) ના સંદર્ભે ચર્ચા કરવામાં આવી તેમજ વર્ગખંડ કેવો હોવો જોઈએ તેની ચર્ચા કરી. વિશિષ્ટ પ્રવૃત્તિઓના સત્રમાં થાકને હળવો કરવા તેમજ તણાવને કાબુમાં લેવા માટે યોગ કેવી રીતે ઉપયોગી બની શકે તે હેતુસર યોગ નિદર્શન કરવામાં આવ્યું.
તા. 17/09/2012
સોમવાર
દૈનિક અહેવાલ
        આજ રોજ તા. 17/09/2012 ના રોજ હેડ ટીચર તાલીમ સંદર્ભે 9.00 કલાકે પ્રાર્થના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેમાં સૌ પ્રથમ ઓમકાર પ્રાણાયામ બાદ જીવન અંજલિ થાજો સામૂહિક પ્રાર્થના કજવામાં આવી. પ્રભુ પ્રસન્ન રહે તેમ રહેવું ભજન અને શંકર જિસકા નામ હૈ ધૂન મીઠીબેન અને શિલ્પાબેન ધ્વારા કરવામાં આવી. પ્રાર્થનામાં ઇમ્તિયાજ્ભાઈએ માણસમા સારા થવાની ક્ષમતા હોય છે એ મુદ્દા પર ચિંતન રજૂ કર્યું. જેમાં તેઓએ જણાવ્યુ કે માણસ હમેશા ખરાબ વસ્તુ પર વધારે ધ્યાન આપતો હોય છે પરંતુ વ્યક્તિના સારાપણાની બાબતમાં ઓછો રસ લે છે. આ ઉપરાંત હસમુખભાઇએ ભગવત ગીતા ની પુસ્તક સમિક્ષા રજૂ કરી. તેઓએ ભગવત ગીતાના તમામ અધ્યાય ના મહત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સુવિચાર માં મહેનતનુ હમેશા સારું જ પરિણામ આવતું હોય છે એ વિષય પર સુંદર રજૂઆત કરી.
        હેડ ટીચર તાલીમ સંદર્ભે દિવસની શરૂઆતમાં ડો. ગૌરાંગ વ્યાસે સમગ્ર દિવસની રૂપરેખા આપી. ત્યારબાદ પ્રથમ સેશનમાં શ્રી આર. એલ. જીતપુરા ધ્વારા જવાબદારી ના મુદ્દા પર ચર્ચા કરી હતી.
        બીજા સેશનમાં ડો. મદનસિંહ જી. ચૌહાણ ધ્વારા સુંદર અને અસરકારક રીતે તણાવ વ્યવસ્થાપન (Stress Management) ની સમાજ આપવામાં આવી.
        ત્રીજા સેશનમાં ડો. ગૌરાંગ વ્યાસે ગોલ સેટિંગ અને વિઝન પર ચર્ચા કરી અને શ્રીમતી તરુણાબેન દેસાઇએ સોફ્ટ સ્કીલ્સ ની અગત્યતાની સુંદર ચર્ચા કરી.
         તા. 17/09/2012 ના રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પી. કે. ત્રિવેદી સ. તાલીમ વર્ગની મુલાકાતે આવ્યા હતા. તેઓશ્રી એ તાલીમાર્થીઓને હેડ ટીચર તરીકેની ફરજો વિષે સમાજ આપી કેવા પ્રકારના પડકારોનો સામનો ભવિષ્યમાં કરવાનો થશે તેની સમજ આપી. આ ઉપરાંત શાળાના અન્ય શિક્ષકો અને ગ્રામજનો તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે કેવી રીતે કામ કરવું તેની ચર્ચા કરી.
        અંતિમ તબક્કામાં તાલીમાર્થીઓને વિશિષ્ટ પ્રવૃત્તિઓના ભાગરૂપે ડાયટ પુસ્તકાલયમાં લઈ જવામાં આવ્યા જેમાં પુસ્તક સમીખ્સા વિષે ચર્ચા કરી દરેક ને એક પુસ્તક પુસ્તક સમિક્ષા માટે આપવામાં આવ્યું.
તા. 15/09/2012
શનિવાર
દૈનિક અહેવાલ
        આજરોજ તા. 15/09/2012 ને શનિવાર, ઇડરિયા ગઢની અમીટ નજર તળે અને વર્ષાઋતુની લીલોતરી વનરાજી વચ્ચે સવારના નવ કલાકે તાલીમની શુભ શરૂઆત થઈ. સૌ પ્રથમ ધ્યાન અને સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ શ્રી શૈલેષભાઈએ અંગ્રેજી પ્રાર્થના God’s Love” અને તેરી હૈ જમીન પ્રાર્થના ગીત રજૂ કર્યું. મીઠીબેન અને શિલ્પાબેન ધ્વારા બજરંગી હનુમાનની ધૂન રજૂ કરવામાં આવી. શ્રી દિનેશભાઇ પંચાલે સાહેબ મને સાંભળો તો ખરા પુસ્તકની સમિક્ષા કરી. શ્રી અરવિંદભાઇ દિક્ષિતે વિપત પડે ન વલખીએ... સુવિચારનો વિચાર-વિસ્તાર કર્યો. વિમાનમા મુસાફરી કરતાં પાદરી અને બાળકીના પ્રસંગથી શ્રી વિમલભાઇએ પ્રેરક પ્રસંગ રજૂ કર્યો. શ્રી ધર્મેન્દ્રભાઈએ ગુજરાતનાં સાહિત્યકાર શ્રી રામનારાયણ પાઠક તથા યશવંતભાઈ ત્રિવેદીના દિન વિશેષની સુંદર રજૂઆત કરી.
        પ્રાર્થના સંબેલન બાદ ડો. ગૌરાંગ વ્યાસ ધ્વારા તમામ હેડ ટીચરને બે જુથ પડી એક જૂથને ઇડર-2 પ્રાથમિક શાળામાં તથા બીજા જૂથને લાલોડા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટરની પ્રાયોગિક તાલીમ માટે મોકલવામાં આવ્યા. ઇડર પ્રાથમિક શાળા-2 ના જુથ સાથે ડો. નિષાદભાઈ ઓઝા અને કમલેશભાઈ ટિંટિસરા જોડાયા. જ્યારે લાલોડા પ્રાથમિક શાળામાં જુથ સાથે શ્રી દિનેશભાઇ પટેલ અને ગૌરાંગ વ્યાસ જોડાયા. લાલોડા પ્રાથમિક શાળામાં તાલીમાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલોડા પ્રાથમિક શાળામાં કોમ્પુટર લેબની યોગ્ય વ્યવસ્થા હતી. તે જ રીતે પ્રાથમિક શાળા નામ.2 ના નવનિયુક્ત આચાર્ય શ્રી અશ્વિનભાઈએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ શાળાની વિધાર્થિનીઓ ધ્વારા ગુલાબના ફૂલ આપી હાર્દિક સ્વાગત કરેલ.
        શાળા નામ.2 માં શ્રી નિષાદભાઈ ઓઝાએ સમગ્ર દિવસની તાલીમની રૂપરેખા સમજાવી હતી. બંને તાલીમ સ્થળોએ કોમ્પુટરના પ્રાથમિક જ્ઞાન આપી ઓપન ઓફિસની સમજ આપવામાં આવી હતી. સૌ પ્રથમ સૌ તાલીમાર્થીઓએ વર્ડ પ્રોસેસરમાં તમામ તાલીમાર્થીઓએ પોતાનો બાયોડેટા તૈયાર કર્યો હતો. તજજ્ઞશ્રીઓ પ્રાયોગિક કાર્યોનું પ્રત્યક્ષ નિદર્શન કરી સમાજ આપતા હતા. બપોરે 12.30 કલાકે લંચ બ્રેક રાખવામા આવ્યો હતો.
        ઇડર શાળા નામ.2 માં બપોર બાદ વીજળી ન હોવાથી તમામ તાલીમાર્થીઓ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઇડર શાળા નામ-4 માં પ્રાયોગિક કાર્ય માટે લઈ જવામાં આવ્યા. તજજ્ઞમિત્રોએ સ્પ્રેડશિની સમજ બપોરના સેશનમાં આપી. સ્પ્રેડશીટમાં વિવિધ પ્રકારની ફોર્મુલાનો ઉપયોગ કેવી રીતે થાય તેની ઊંડાણપૂર્વકની સમજ આપી. આ ઉપરાંત પરિણામપત્રક બનાવતા પણ શીખવવામાં આવ્યું.
        ત્રીજા અને અંતિમ તબક્કામાં ઇંપ્રેશનમાં સ્લાઇડ કેવી રીતે બનાવવી તથા તેમાં વિવિધ ઓપશન્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃત સમજણ આપવામાં આવી. જેના આધારે તમામ હેડ ટીચરે વિવિધ સ્લાઇડ બનાવી. પ્રાયોગિક કાર્યમાં સૌ તલ્લીન થઈ જતાં ક્યારે છ વાગી ગયા તેની જાણ ન રહી. 
તા. 14/09/2012

શુક્રવાર
દૈનિક અહેવાલ
        ઈરિયા ગિરિકંદરા વચ્ચે, વાદળ છાયા આકાશ, ઝરમરિયાં ઝાપટાં, લીલોતરી મઢી ધરતી એવા નયનરમ્ વાતાવરણમાં મુખ્ય શિક્ષકશ્રીઓની તાલીમના પાંચમા દિવસે અનેરા ઉત્સાહ સાથે પ્રારંભ થયો.
        ઓમકાર પ્રાણાયામ બાદ સમૂહ પ્રાર્થના કરવામાં આવી. શ્રી શિલ્પાબેન પટેલ તથા શ્રી મીઠીબેન દેસાઇએ સુંદર ભજન, ધૂન ગવડાવી. આજનું ચિંતનમાં પ્રેરક પ્રસંગની રજૂઆત શ્રી અશ્વિનભાઈ પટેલે કરી જેમાં રાજા અને વાળંદની વાર્તા ધ્વારા વિચાર અને એમાં પહેલ કરવાથી થતાં લાભની વાત હતી. પુસ્તક પરિચય શ્રી દુર્ગેશભાઇ પટેલે આપ્યો. જેમાં રોજની કવિતા પુસ્તકની ચર્ચા કરી. આ ઉપરાંત તેઓશ્રીએ આજરોજ તા. 14/09/2012 વિશ્વ હિન્દી દિવસ ની વાત કરી. અભિનયગીત શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિએ રજૂ કર્યું. જેમાં તમામ મુખ્ય શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ઉપરાંત સંગીતના તાલ સાથે ઘડિયા ગાન પણ કરવામાં આવ્યું.
        ડાયટના ઇન-ચાર્જ પ્રાચાર્ય શ્રી મહેન્દ્રભાઇ પ્રજાપતિ સા.એ મૂખ્ય શિક્ષક તરીકેની ફરજોના પાલન સંદર્ભે ડેલ્લોસ કમિશનના ચાર મુદ્દાઓનો ખ્યાલ આપ્યો.
        અનુલોમ-વિલોમથી શરૂઆત કરીને શ્રી તરુણાબેન દેસાઇએ પ્રથમ તાસમાં ટીમવર્ક અને નેતૃત્વ અંગે માર્ગદર્શન આપ્યું. શ્રી વર્ગીસ કુરિયનના ઉદાહરણ ધ્વારા ગેધરિંગ અને ટીમને નેતૃત્વ પૂરું પાડવાથી કેવા ચમત્કારિક ફેરફારો લાવી પ્રગતિ સાધી શકાય છે તેની વાત કરી. આ ઉપરાંત લીડર તરીકે માનું સ્થાન લઈ પૂર્વગ્રહ વગરનો વ્યવહાર અને નિર્ણય લેવા અંગે વાત કરી જેની રજૂઆત પાવરપોઈંટ પ્રેજેંટેશન અને એમીનેશન ફિલ્મ ધ્વારા સમજાવી. તેઓશ્રીએ PQ, IQ, EQ અને SQ ની વાત ધ્વારા ક્ષમતાઓને આત્મિક અને અધ્યાત્મિક ક્ષમતા સુધી પહોંચાડવાની વાત કરી.
        ડો. ગૌરાંગ વ્યાસે થિંકિંગ પેટ્ટર્ન અંગે ખ્યાલ આપ્યો. જેમાં હેડ ટીચર તરીકે આઇ કોંટેક્ટ, સ્ટેજ ટાઈમિંગ અને બોડી લેંગ્વેજ  અંગે વાત કરી. ત્યારબાદ તરુણાબેન દેસાઇએ હકારાત્મક અભિગમ અંગે વાતો કરી અને પારંગતતા ની સાથે બાળકનો સર્વાંગી વિકાસ એ પ્રથમ ધેય હોવું જોઈએ એવી વાત કરી.  
        ડો. નિષાદભાઈ ઓઝા સાહેબે ફુગ્ગાના ઉદાહરણ ધ્વારા માણસના બાહ્ય દેખાવ નહીં પણ એમાં રહેલા સત્વ પર ધ્યાન આપવું જોઈએ તેવી સુંદર વાત કરી. તેઓશ્રીએ કહ્યું કે, વિઝન વગરનો લીડર હોય શકે નહીં. મુખ્ય શિક્ષક તરીકે આપણે પણ વિઝન વિકસાવવું જરૂરી છે.
        અંતમાં લગાન ફિલ્મના દશ્યો ધ્વારા લીડર કેવો હોવો જોઈએ ? એનો ખ્યાલ ડો. ગૌરાંગભાઈ વ્યાસે આપ્યો.
 દૈનિક અહેવાલ
તા. 13/09/2012
બુધવાર
        આજરોજ તા. 13/09/2012 ના રોજ હેડ ટીચર તાલીમ સંદર્ભે 9.00 કલાકે પ્રાર્થના કાર્યકમની શરૂઆત કરવામાં આવી. સર્વ તાલીમાર્થીમિત્રોએ સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કર્યું. ત્યારબાદ શ્રીમતી મીઠીબેન અને શિલ્પાબેને ભજન-ધૂન ગાઈને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું. ત્યારબાદ શ્રી બાલકૃષ્ણભાઈએ ભરવાડ કોમની એક બાળકીની ભણતર અંગેની ચિંતાની વાત કરી અને જણાવ્યુ કે પોતાના માટે તો ખરુજ પરંતુ બીજા માટે પ્રાર્થના કરવી એ પણ જરૂરી છે. બાદમાં વિનુભાઇએ પ્રશ્નોના મૂળમાં પુસ્તકની સમિક્ષા કરી સંદેશો આપ્યો કે પ્રશ્નોના જવાબ મેળવવા પ્રશ્નના મૂળમાં જવું જ જરૂરી છે.
        ત્યારબાદ સમયપત્રક મુજક શ્રી ગૌરાંગભાઈ વ્યાસે સોફ્ટ સ્કીલ્સ ના મોડયુલની ટૂંકમાં ચર્ચા કરી. આ ઉપરાંત શ્રી મહેન્દ્રભાઇ પ્રજાપતિ સાહેબે એક શ્રેષ્ઠ આચાર્ય બનવા માટે ક્યા ક્યા કૌશલ્યો હોવા કે વિકસાવવા જરૂરી છે તેની માહિતી પૂરી પાડી. બાદમાં શ્રી રાજેન્દ્રભાઈ જીતપુરા સાહેબે પોતાનો પરિચય આપી પોતાના સંઘર્ષના સમયના પ્રેરણાદાયી પ્રસંગોનું વર્ણન કર્યું. આ ઉપરાંત એક પ્રશ્નાવલિ આપી તેના જવાબો મેળવી દરેક વિધાનની વિગતવાર ચર્ચા કરી સંદેશો આપ્યો કે એક સારો વિચાર માનવીના જીવનમાં કેવું પરીવર્તન લાવી શકે છે. ત્યારબાદ શ્રી જીતપુરા સાહેબે પ્રોજેક્ટરની મદદથી વિવિધ ક્લીપોના માધ્યમથી સંદેશો આપ્યો કે માનવી હકારાત્મક અભિગમ સાથે આગળ વધે તો શું નથી કરી શશો? બાદમાં 12.50 કલાકે લંચ બ્રેક પાડવામાં આવ્યો.
        લંચ બ્રેક બાદ શ્રી મદનસિંહ સાહેબે અસરકારક પ્રત્યાયનની વાત કરી. પ્રત્યાન અસરકારક બનાવતા પરિબળોની ચર્ચા કરી તથા પ્રત્યાયન અસરકારક રીતે ન થાય તો તેનાથી કઈ કઈ અસરો પેદા થાય છે, તેની રજૂઆત હળવી શૈલીમાં કરી.
        બાદમાં 4.00 કલાકે શ્રી જીતપુરા સાહેબે પ્રેરણાની અંદર ધ સિક્રેટ નામની એક કલાકની ફિલ્મ તાલીમાર્થીઓને બતાવી. ફિલ્મ જોયા બાદ શ્રી જીતપુરા સાહેબે આકર્ષણના સિદ્ધાંતની વિસ્તૃત ચર્ચા કરી તથા સંદેશો આપ્યો કે જો તમે ઈચ્છો તો તમારી શાળાને શ્રેષ્ઠ શાળા બનાવી શકો છો. આ ઉપરાંત શ્રી અઢિયા સાહેબના પુસ્તક મન ની પ્રાર્થના ની વિગતવાર ચર્ચા કરી અને દરેક તાલીમાર્થી ને એક પુસ્તક આપી તેનું વાંચન કરવાની સલાહ આપી.
        અંતે સાંજે 6.00 કલાકે તાલીમ કાર્યક્રમનું સમાપન જાહેર કરવામાં આવ્યું           
મોડયુલ અનુસાર રિસોર્સ પર્સન્‍સના નામ
મોડયુલ-1 : ઓફિસ કિપીંગ એન્‍ડ એડમીનીસ્‍ટ્રેશન
ડો. ગૌરાંગ વ્‍યાસ
શ્રી ભાર્ગવ ઠકકર
શ્રી સરદારભાઈ ડામોર
મોડયુલ-ર : સોફટ સ્‍કીલ્‍સ
ડો. મદનસિંહ જી. ચૌહાણ
શ્રીમતિ ટી. એલ. દેસાઈ
શ્રી આર. એલ. જીતપુરા
ડો. ગૌરાંગ વ્‍યાસ
મોડયુલ-3 : કોમ્‍પ્‍યૂટર આધારિત શિક્ષણ
ડો. નિષાદ બી. ઓઝા
શ્રી કે. પી. ટીંટીસરા
શ્રી ડી. વી. પટેલ
ડો. ગૌરાંગ વ્‍યાસ
મોડયુલ-4 : ટોટલ લર્નિંગ પેકેજ
શ્રી મહેન્‍દ્રભાઈ વી પ્રજાપતિ
શ્રીમતિ ઉષાબેન ગામિત
શ્રીમતિ અલકાબેન નિનામા
મોડયુલ-પ : પેડાગોજી
શ્રી ભાર્ગવભાઈ ઠકકર
શ્રી કે. પી. ટીંટીસરા
ડો. મદનસિંહ જી. ચૌહાણ
મોડયુલ-6 : શિક્ષણનું માળખું અને વર્તમાન પ્રવાહો
શ્રીમતિ ઉષાબેન ગામીત
શ્રીમતિ અલકાબેન નિનામા
શ્રી સરદારભાઈ ડામોર


No comments:

Archives